નવસારી જિલ્લાના બે શિક્ષકો આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' મેળવશે
નવસારી જિલ્લાનું ગૌરવ
'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એવોર્ડ મારા માટે એક લેન્ડમાર્ક બન્યો છે. આ એવોર્ડ હું મારી મહેનતને સમર્પિત કરું છું.- ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગર ગણદેવાના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ
નવસારી જિલ્લાના બે શિક્ષકો આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' મેળવશે
ગણદેવી તાલુકાના ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગરના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ તથા નવસારી તાલુકાના ઇટાળવાના બી.આર.સી કોર્ડીનેટર શ્રી શશિકાન્ત જેરામભાઇ ટંડેલને મુખ્યમંત્રીશ્રીના હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એનાયત કરાશે
નવસારી,તા.૦૪: આજે તા.૦૫ સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૪ સમારોહ યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી સન્માનવામાં આવશે. નવસારી જિલ્લા માટે ગર્વની બાબત છે કે નવસારી જિલ્લાના બે શિક્ષકોની પસંદગી 'શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક' તરીકે થઇ છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગર અને મ..ની.ના.ઉ.મા શાળા મણિનગર ગણદેવાના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ તથા નવસારી તાલુકાના બીઆરસી રિસોર્સ સેન્ટર, ઇટાળવાના બી.આર.સી કોર્ડીનેટર શ્રી શશિકાન્ત જેરામભાઇ ટંડેલને આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
ગણદેવી તાલુકાના ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગરના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ આ બાબતે જણાવે છે કે, ખૂબ મહેનત કરી સતત કામ કરતા રહ્યા અને શાળાને શ્રેષ્ઠ બનાવવાના સતત પ્રયત્ન કરતા રહ્યા તો તેના ફળ સ્વરૂપે આ એવોર્ડ મળી રહ્યો છે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું વિદ્યાર્થીઓ માટે સતત કંઈકને કંઈક નવું આપવાનો પ્રયત્ન કરતા રહ્યા. શાળાને સો ટકા ડિજીટાલાઇઝડ બનાવી બે વખત 'સ્વચ્છ શાળા પુરસ્કાર' મેળવ્યો અને એક વખત 'જિલ્લાની શ્રેષ્ઠ શાળા'નો પુરસ્કાર મેળવ્યો આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ થકી જુદા જુદા એવોર્ડ મળતા રહ્યા પરંતુ 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એવોર્ડ મારા માટે એક લેન્ડ માર્ક બન્યો છે. આ એવોર્ડ હું મારી મહેનતને સમર્પિત કરું છું.
એમ.એ., એમ.એડ્., અને પછી પીએચ.ડી.ની પદવી મેળવી હાલ ખુ.વ.સા.હાઇસ્કૂલ, દયાળનગર ગણદેવા અને મ.ની.ના.ઉ.મા.શાળા, મણિનગર ગણદેવા, નવસારીમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ શિક્ષક તરીકે ૧૧ વર્ષ આચાર્ય તરીકે ૧૭ વર્ષ ૯ માસનો અનુભવ ધરાવે છે.
ડો.વિરલકુમાર સરકારશ્રીની નવી શિક્ષણ નીતિને નવસારી જિલ્લામાં સૌ પ્રથમ અજમાવી સફળતા હાંસલ કરી છે. શાળાના તમામ વર્ગખંડોમાં IF પેનલ ઉપલબ્ધ કરાવી ૧૦૦% ડીજીટલ શાળા તૈયાર કરાવી, નવસારી જિલ્લામાં ધોરણ ૧૦માં નબળું પરિણામ મેળવતી શાળાઓને દત્તક લઇ તેમના પરિણામ સુધારવામાં અગત્યની ભૂમિકા તેમણે ભજવી છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ ગણિત વિષયથી મૂંઝવણ ન અનુભવે તે માટે શાળામાં ‘વિરલ મેથ્સ લેબ.’ તૈયાર કરાવી, શૈક્ષણિક વર્ષ ૨૦૦૭થી શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક કમ્પ્યુટર શિક્ષણની શરૂઆત તથા વર્ષ ૨૦૧૯થી કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેલી પ્રોગ્રામ થકી એકાઉન્ટ વિષયના અધ્યાપન કાર્યની શરૂઆત કરાવી હતી.
તેમણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને JEE, NEET, GUJCETનું શિક્ષણ નિ:શુલ્ક અપાવવામાં સફળ થયા હતા. શાળાના તમામ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક નોટબુક, પ્રયોગપોથી, નકશાપોથી અને વર્કબુક આપાવી છે.
વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ ઉપરાંત રમત ગમતને પ્રોત્સાહન મળે એ હેતુથી રાજ્ય અને જિલ્લા કક્ષાના વિન્ટર અને સમર કેમ્પોનું આયોજન પણ તેમના માર્ગદર્શન હેટ હેટ હેઠળ સફળતાપૂર્વક પુરુ કર્યું છે.
ઇનોવેટીવ કામગીરીમાં SPC ( સ્ટુડન્ટ પોલીસ ક્રોપ)ની પ્રવૃતિની શરૂઆત, સંસ્થાની ભૌતિક સુવિધા વધે તે માટે વિવિધ ટ્રસ્ટો, NGO,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંકલન સાધી દાન મેળવવામાં સફળ થયેલ છે આજ દિન સુધી રૂ.૧૫ કરોડનું દાન ઉપરાંત આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ૧૦ લાખનું અલયાદુ ફંડ મેળવી શક્યા છે.
આટલુ જ નહી આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇના સચોટ માર્ગદર્શન હેઠળ શાળાએ સ્ટેમ કવીઝ ૨.૦ અંતર્ગત શાળા વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર કક્ષાએ ભાગ લીધો હતો. વિજ્ઞાન મેળામાં શાળાએ રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ ૨૦૦૯ અને ૨૦૨૦માં ગુજરાત રાજ્યની 'સ્વચ્છ શાળા'નો પુરસ્કાર પણ મળવ્યો હતો. અને વર્ષ ૨૦૧૭માં નવસારી જિલ્લાની ‘શ્રેષ્ઠ શાળા’ પુરસ્કાર પણ ખુ.વ.સા.હાઇસ્કૂલ, દયાળનગર ગણદેવા અને મ.ની.ના.ઉ.મા.શાળા, મણિનગર ગણદેવાના નામે છે.
ડો.વિરલકુમાર દેસાઇ સહિત શ્રી શશિકાન્ત ટંડેલને તેમના કામોની કદરના ભાગરૂપે રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યકક્ષાએ 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આપી' આજે તા.૦૫-૦૯-૨૦૨૪ના શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે તેમનું બહુમાન કરવામાં આવશે. જે બદલ નવસારી શિક્ષણ વિભાગ તથા સમગ્ર નવસારી જિલ્લા તંત્ર ગર્વ અનુભવી રહ્યું છે.
#TeamNavsariGujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari
નવસારી જિલ્લાનું ગૌરવ - 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એવોર્ડ મારા માટે એક લેન્ડમાર્ક બન્યો છે. આ એવોર્ડ હું મારી...
Posted by Info Navsari GoG on Wednesday, September 4, 2024
Comments
Post a Comment